આ રંગભીના ભમરાને કહોને, કેમ કરી ઉડાડું? - ભાસ્કર વોરા
કવિ - ભાસ્કર વોરા
સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - શ્યામરાવ કાંબળે, રજત ધોળકિયા
આ રંગભીના ભમરાને કહોને, કેમ કરી ઉડાડું?
ફૂલ ફટાણું પજવે, હા... પાડું, ના... પાડું.
આ રંગભીના ભમરાને કહોને, કેમ કરી ઉડાડું?
નેહ ભર્યા સરોવરના નીરે, ગળાબુડ ઉભી જ્યાં તીરે,
ઘુઘંટ ખેંચી લજવે મુજને, હા... પાડું, ના... પાડું
આ રંગભીના ભમરાને કહોને, કેમ કરી ઉડાડું?
ફુલ કમળને કોરી કોરી ગુન ગુન ટહુકતો રસ હોરી
રૂપ રસિલો રીઝવે મુજને, હા .. પાડડું, ના... પાડું.
આ રંગભીના ભમરાને કહોને, કેમ કરી ઉડાડું?
1 પ્રત્યાઘાતો:
Nice song - Good music !
Post a Comment