પાળ સાથે પીપળો - લોકગીત
ચિત્રપટ - અષાઢી બીજ
સ્વર - મહેન્દ્ર કપૂર, ભારતી કુંચાલ
પાળ સાથે પીપળો, મણિયારે માંડ્યા હાટ જો
કે લોભી મણિયારો...
હે જી... જી જી જી જી રે હે....
લાલ રંગની પાલખી કાવું પરણેતરને કાજે,
પાલખીની ઘુઘરીઓ તો ઝીણી ઝીણી ગાજે.
પરણ્યો લાવે પાલખી, મણિયારો લાવે વે'લડું,
હે... પાલખીએ જો બેસુ તો બેની મને ધીરાં ચક્કર આવે,
કે વ્હાલું લાગે તે વે'લડું
પાળ સાથે પીપળો, મણિયારે માંડ્યા હાટ જો
કે લોભી મણિયારો...
હુ ર ર ... હો હા હા ...
હે જી... જી જી જી જી રે હે....
ચોરવાડના ટોપરાં તો ગોરીને બહુ ભાવે,
ટોપરાંના કટકાં તો ચિત્તડે ચટકો લાવે.
પરણ્યો લાવે ટોપરાં, મણિયારો લાવે ગોળ રે,
હે... ટોપરાં જો ખાંઉ તો ડુચા વળે મને,
ગળ્યો લાગે ગોળ
કે લોભી વણજારો
પાળ સાથે પીપળો, મણિયારે માંડ્યા હાટ જો
કે લોભી મણિયારો...
સ્વર - મહેન્દ્ર કપૂર, ભારતી કુંચાલ
પાળ સાથે પીપળો, મણિયારે માંડ્યા હાટ જો
કે લોભી મણિયારો...
હે જી... જી જી જી જી રે હે....
લાલ રંગની પાલખી કાવું પરણેતરને કાજે,
પાલખીની ઘુઘરીઓ તો ઝીણી ઝીણી ગાજે.
પરણ્યો લાવે પાલખી, મણિયારો લાવે વે'લડું,
હે... પાલખીએ જો બેસુ તો બેની મને ધીરાં ચક્કર આવે,
કે વ્હાલું લાગે તે વે'લડું
પાળ સાથે પીપળો, મણિયારે માંડ્યા હાટ જો
કે લોભી મણિયારો...
હુ ર ર ... હો હા હા ...
હે જી... જી જી જી જી રે હે....
ચોરવાડના ટોપરાં તો ગોરીને બહુ ભાવે,
ટોપરાંના કટકાં તો ચિત્તડે ચટકો લાવે.
પરણ્યો લાવે ટોપરાં, મણિયારો લાવે ગોળ રે,
હે... ટોપરાં જો ખાંઉ તો ડુચા વળે મને,
ગળ્યો લાગે ગોળ
કે લોભી વણજારો
પાળ સાથે પીપળો, મણિયારે માંડ્યા હાટ જો
કે લોભી મણિયારો...
0 પ્રત્યાઘાતો:
Post a Comment