મેં તો કાજળ આંજ્યુંને
સ્વર - અલકા યાજ્ઞિક
મેં તો કાજળ આંજ્યુંને મારો સૂરજ ઉગ્યો
એના સપના આજ હું ઓવારી લઉં
દર્પણમાં હું તો મુને જોતી'તી ક્યારની
સાજ રે સજીને હું તો ઉભી'તી ક્યારની.
પછી કાજળ આંજ્યુંને મારા સપનાં જાગ્યાં;
સખી ! સપનાને આંખમાં સજાવી રે લઉં.
મારું આ રૂપ કેવું ખીલ્યું છે કાચમાં
સાજનનો સાથ આજ હસતો સંગાથમાં
મેંતો કાજળ આંજ્યુંને ખીલ્યાં પ્રીતનાં ગીત,
એની સૌરભને શ્વાસમાં સમાવીને લઉં.
મેં તો કાજળ આંજ્યુંને મારો સૂરજ ઉગ્યો
એના સપના આજ હું ઓવારી લઉં
મેં તો કાજળ આંજ્યુંને મારા સપના જાગ્યાં
સખી ! સપનાને આંખમાં સજાવી રે લઉં.
ક્યાંકથી ગુલમહોરી વાયરો વાયો,
લીલી યાદોના તોરણે બંધાયો
સાજન મારો પરદેશી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment