Saturday 26 June 2010

હજી પણ એમને - બરકત વીરાણિ 'બેફામ'

કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર. સંગીત - મનહર ઉધાસ


હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
 હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યાં છે,
 મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.

ગણી લઈએ હવે આને સુખદ અંજામ ઉલ્ફતનો,
 તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
 મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે.






0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP