રાત આખી ઝરમરનાં ઝાંઝર - હરિન્દ્ર દવે
રાત આખી વરસાદના મોતી વરસતાં રહ્યાં છે. આ વર્ષાબિંદુનો ઝંકાર ઝાંઝર જેવો ભાસે છે. મને અચાનક આ કાવ્ય યાદ આવી ગયું. તેને માણિયે.
કવિ - હરિન્દ્ર દવે
સ્વર - ફાલ્ગુની શેઠ/ધોળકિયા
રાત આખી ઝરમરના ઝાંઝર વાગે,
કે માડી મારી, ગેબન મલકથી ઉતરતાં લાગે
ધીંમુ રે ધીંમુ કોઇ જંતર વાગે
ધીમા વેણ કંઇ સંભળાય ગાણું
મધરાતે મન એનાં સૂરમાં પરોવ્યું.
એને સાંભળી રોકાઇ ગયું વહાણું,
જરા હળવે,જરા હળવે,જરા હળવે,
આ ચાંદની ના ફોરા વાગે
કે માડી મારી, ગેબન મલકથી ઉતરતાં લાગે
આભથી પનોતા કોઇ પગલાં પડે
ને પછી, ધરતીનું હૈયું મ્હેંક મ્હેંક
ભીતરનાં તણાં ગીત સાંભળુંને
અજવાળું પાથરે છે મોરલાની ઘેર
હજી કળીયો સૂતીતી
હજી કળીયો સૂતીતી
કે માડી મારી, ગેબન મલકથી ઉતરતાં લાગે
0 પ્રત્યાઘાતો:
Post a Comment