વાલમને મ્હારા વરસાદ - તુષાર શુક્લ
કવિ તુષાર શુક્લને તેમના જન્મદિને ખુબ ખુબ શુભેચ્છા. તેમના જન્મદિને સાંભળીયે તેમનું એક સુંદર ગીત. વરસાદી માહોલને વધુ ઉન્નમાદી બનાવી મુકે તેવુ ગીત છે.
કવિ - તુષાર શુક્લ
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - ગૌરાંગ વ્યાસ
વાલમને મ્હારા વરસાદ નથી ગમતો,
એનું કારણ પૂછું તો કહે તું.
વરસે વરસાદને મળવાને જાઉં તો
એકાંતે તરસું છું હું.
તને કેમ કરી સમજાવું હું?
ઉંબર ઊંચેરા લાગે છોકરીની જાતને,
સમજે ના વાલમજી વહેવારુ વાતને,
મ્હારે વાલમને કહેવુંય શું?
એકાંતે તરસું છું હું.
વાદળના હોય તોય કોરી ક્યાં જાવ છું?
મળવા આવું છું ત્યારે હું ય ભીંજાવ છું,
મારે કરવું તો કરવુંય શું?
એકાંતે તરસું છું હું.
2 પ્રત્યાઘાતો:
સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?....
માન. શ્રીમાન તુષારભાઈ શુક્લને જન્મદીવસે હૃદયથી શુભેચ્છાઓ…
વાદળના હોય તોય કોરી ક્યાં જાવ છું?
મળવા આવું છું ત્યારે હું ય ભીંજાવ છું,
મારે કરવું તો કરવુંય શું?
એકાંતે તરસું છું હું.
very nice
Post a Comment