લિંગાષ્ટકમ - વલ્લભાચાર્યજી
આજે શ્રી વલ્લભાચાર્યજીનાં વૈકુંઠગમનની તિથી છે. આજે સાંભળીયે તેમનાં દ્વારા રચેલ લિંગાષ્ટકને. આ ગીતો દક્ષિણ ભારતીય શૈલીમાં ગવાયેલા છે. ખાસ તો કર્ણાટકી સંગીતની તેની પર છાંટ છે. પણ મને ખાતરી છે કે આ પાઠને સાંભળીને તમારો દિવસ સુધરી જશે.
સ્વર ,સંગીત -
ब्रह्ममुरारिसुरार्चित लिगं निर्मलभाषितशोभित लिंग |
जन्मजदुःखविनाशक लिंग तत्प्रणमामि सदाशिव लिंगं॥१
देवमुनिप्रवरार्चित लिंगं, कामदहं करुणाकर लिंगं|
रावणदर्पविनाशन लिंगं तत्प्रणमामि सदाशिव लिंगं॥२
सर्वसुगंन्धिसुलेपित लिंगं, बुद्धिविवर्धनकारण लिंगं|
सिद्धसुरासुरवन्दित लिंगं, तत्प्रणमामि सदाशिव लिंगं॥३
कनकमहामणिभूषित लिंगं, फणिपतिवेष्टितशोभित लिंगं|
दक्षसुयज्ञविनाशन लिंगं, तत्प्रणमामि सदाशिव लिंगं॥४
कुंकुमचंदनलेपित लिंगं, पंङ्कजहारसुशोभित लिंगं|
संञ्चितपापविनाशिन लिंगं, तत्प्रणमामि सदाशिव लिंगं॥५
देवगणार्चितसेवित लिंग, भवैर्भक्तिभिरेवच लिंगं|
दिनकरकोटिप्रभाकर लिंगं, तत्प्रणमामि सदाशिव लिंगं॥६
अष्टदलोपरिवेष्टित लिंगं, सर्वसमुद्भवकारण लिंगं|
अष्टदरिद्रविनाशित लिंगं, तत्प्रणमामि सदाशिव लिंगं॥७
सुरगुरूसुरवरपूजित लिंगं, सुरवनपुष्पसदार्चित लिंगं|
परात्परं परमात्मक लिंगं, ततप्रणमामि सदाशिव लिंगं || ८
(Lyrics - http://shivstorat.blogspot.com/)
મેં આ લિંગાષ્ટકનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભૂલચૂક ક્ષમા કરજો.
૧. હું બ્રહ્મા-વિષ્ણુ આદી દેવતાઓ દ્વારા જેની પૂજાયેલા, નિર્મળ ભાષાઓ વડે સેવાયેલા, મોક્ષઆપનારા ભગવાન શિવ(ના લિંગ)ને પ્રણામ કરું છું
૨. દેવતાઓ અને મુનિઓ દ્વારા પૂજિત , કામવાસનાનું દમન કરનારા તથા રાવણનું અભિમાન ઉતારનારા શિવના કરુણામય સ્વરૂપ સદા શિવલિંગને પ્રણામ કરું હું.
૩. સર્વપ્રકારનાં સુગંધિત પદાર્થો વડે લીંપાયેલા, બુદ્ધિ આપનારા,દેવ તથા દાનવ બન્ને માટે પૂજ્ય એવા સદાશિવલિંગને પ્રણામ કરું છું
૪. સુવરન તથા વિવિશ મણીયોથી વિભુષિત, સર્પોના સ્વામીથી શોભાયમાન કે જેણે દક્ષરાજાનાં યજ્ઞનો નાશ કર્યો હતો તેવાં સદાશિવલિંગને પ્રણામ કરું છું
૫. કુમકુમ અને ચંદનનો લેપ કરેલા, કમળપુષ્પના હારથી શોભાયમાન એવાં સર્વ પાપોથી મુક્તિ આપનારા સદાશિવલિંગને પ્રણામ કરું છું.
૬. જે સર્વે દેવતાઓ અને (શિવ)ગણો દ્વારા શુદ્ધ વિચાર અને ભાવો વડે સેવાયેલા છે તથા કરોડો સૂર્ય સમા ઓજસ્વી એવા સદાશિવલિંગને પ્રણામ કરું છું.
૭. આઠે પ્રકારના દળોને સર્વમાન્ય (પૂજાને પાત્ર), અષ્ટ પ્રકારની દરિદ્રતાનો નાશ કરનારા એવા તમામ પ્રકારનાં સર્જનના મૂળ એવા સદાશિવને પ્રણામ કરું છું.
૮. દેવતાઓ અને દેવગુરુ બૃહ્સપતિ દ્વારા સ્વર્ગની વાટીકાઓમાં ખીલેલા ( શ્રેષ્ઠ પ્રકારનાં) પુષ્પોથી પૂજાયેલા સર્વ પ્રકારની વ્યાખ્યાઓથી પર સદાશિવલિંગને પ્રણામ કરું છું.
2 પ્રત્યાઘાતો:
Krutesh Sir,
Very nice verses heard for the first time.
A humble REQUEST.
I want this in my PC. I don't know how. Please arrange for the same.
Thanking You, I remain.
lingashtakam was created by Adi Shankaracharya... Please correct it.
Post a Comment