પરદેશી લાલ પાંદડું - લોકગીત
ફિલ્મ - અષાઢી બીજ
લોકગીત
સ્વર - દમયંતીબેન બરડાઇ
સંગીત - ????
પાંદડું ઊડી ઊડી જાયરે, પરદેશી લાલ પાંદડું
હે પાંદડાની મુને માયા લાગી, પરદેશી લાલ પાંદડું
હે માડી મારો, સસરો આણે આવ્યો
હે માડી હું તો સસરા ભેળી નહિ જાવ
સાસુજી મ્હેંણા બોલે, પરદેશી લાલ પાંદડું
લોકગીત
સ્વર - દમયંતીબેન બરડાઇ
સંગીત - ????
પાંદડું ઊડી ઊડી જાયરે, પરદેશી લાલ પાંદડું
હે પાંદડાની મુને માયા લાગી, પરદેશી લાલ પાંદડું
હે માડી મારો, સસરો આણે આવ્યો
હે માડી હું તો સસરા ભેળી નહિ જાવ
સાસુજી મ્હેંણા બોલે, પરદેશી લાલ પાંદડું
હે માડી મારો, જેઠ આણે આવ્યો
હે માડી હું તો જેઠ ભેળી નહિ જાવ
જેઠાણી મ્હેંણા બોલે, પરદેશી લાલ પાંદડું
હે માડી મારો, દે'રજી આણે આવ્યો
હે માડી હું તો દે'રજી ભેળી નહિ જાવ
દેરાણી મ્હેંણા બોલે, પરદેશી લાલ પાંદડું
હે માડી મારો, પરણ્યો આણે આવ્યો
હે માડી હું તો પરણ્યા ભેળી ઝટ જાવ
પરણ્બોયાજી મીંઠું બોલે, પરદેશી લાલ પાંદડું
0 પ્રત્યાઘાતો:
Post a Comment