Tuesday 17 August 2010

દિવસો જુદાઇના જાય છે - ગની દહીવાલા

આજે આપણાં ગનીચાચાનો ૧૦૨મો જન્મદિવસ. પુરૂં નામ દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ. પણ સાહિત્યના રસિકોનાં મન તો વ્હાલા ગનીચાચા. સામાન્ય રીતે ગઝલો સમાજના અમુક વર્ગ પુરતી જ મર્યાદિત રહે છે, પણ ગનીચાચાની કલમે નીપજેલું અને રફીના કંઠે ગવાયેલું આ ગીત આજે જાણે એક લોકગીત બની ગયું છે. માણીયે ગનીચાચાની આ અદભૂત રચના.

કવિ - ગની દહીંવાલા
સ્વર - મોહમંદ રફી
સંગીત - પુરુષોત્તમ ઊપાધ્યાય


સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય


દિવસો જુદાઇનાં જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઇ જશે, મુજ શઋઓ જ મિલન સુધી

ન ધરા સુધી ના ગગન સુધી, નહિ ઉન્નતીનાં પતન સુધી,
ફકત આપણે તો જવું હતું, અરે એકમેકનાં મન સુધી.

તમે રાંકનાં છો રતન સમા, ન મળો હે આંસુઓ ધૂળમાં,
જો અરજ કબુલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચુંદડી,
તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઇએ કફન સુધી.

જો હ્રદયની આગ વધી 'ગની' તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી
કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતનાં ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લઇ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની આ જિંદગી, કહો એને પ્યારની જિંદગી,
જો અરજ કબુલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી.


0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP