કલમ વીજની વાદળ કાગળ - તુષાર શુક્લ
વીજની કલમ વડે વાદળનાં કાગળ પર કવિતા તુષાર શુક્લ જ કરી શકે. આ વાદળછાયા વાતાવરણમાં તેમની એક લાગણીભીની કવિતા માણીયે.
કવિ - તુષાર શુક્લ
સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - ગૌરાંગ વ્યાસ
કલમ વીજની વાદળ કાગળ લખું એટલું હું,
વાલમ મારું ચોમાસું તો એક અક્ષરનો તું
વ્હાલમાં તારા લથબથ ભીંજુ, ભીંજુ અંદર બહાર,
સાજણ મારી આંખમાં છલકે ચોમાસુ ચીક્કાર
આજ એટલું લખતી લીખીતંગ, તને ચાહું છું હું
રાતાં રાતાં છૂંદણે છાતી પર તે ચીતર્યા મોર,
આજ ફરીથી નસ નસમાં કંઇ કલરવતો કલશોર,
ના કહેવાતું ના સહેવાતું, થાતું શું નું શું?
આજ ફરી વાદળ ઘેરાયા, આજ ફરી વરસાદ,
આજ આમ તો આંખને વાલમ અનરાધારે યાદ
આજ ફરી સઘળું ભીંજાયું, કોરી કેવળ હું, કોરી કેવળ હું.
2 પ્રત્યાઘાતો:
તુષાર શુક્લની કલમ અને વીજ, વાદળ, વરસાદ યુક્ત ચોમાસાઍ ભીંજવી નાખ્યા.
સુંદર સ્વરાંકન.
સુંદર સ્વરાંકન.
www.bpaindia.org
Post a Comment