હું તો ગોકુળગામની નાર - લોકગીત
લોકગીત
સ્વર - લલિતા ધોડાદ્રા
સંગીત - ???
હું તો ગોકુળગામની નાર જાવું જળ ભરવા,
મારે હૈયે હરખ ના માય, જાવું જળ ભરવા,
શિર પર ઇંધોણી બેડલું, જાવું જળ ભરવા.
સ્વર - લલિતા ધોડાદ્રા
સંગીત - ???
હું તો ગોકુળગામની નાર જાવું જળ ભરવા,
મારે હૈયે હરખ ના માય, જાવું જળ ભરવા,
શિર પર ઇંધોણી બેડલું, જાવું જળ ભરવા.
હું તો ગોકુળગામની નાર જાવું જળ ભરવા,
મારે હૈયે હરખ ના માય, જાવું જળ ભરવા,
મનડું નાચે, તનડું નાચે, પહેરી પટોળું અંગ અંગ નાચે
નાચ નાચે મનડું નાચે,
મારી ઝાંઝરની ઝણકાર, જાવું જળ ભરવા
હું તો ગોકુળગામની નાર જાવું જળ ભરવા,
મારે હૈયે હરખ ના માય, જાવું જળ ભરવા,
છેલછબિલો રંગનો દરિયો,
રંગ કેસરીયો જોને ઝળુંબયો,ઝળુંબયો,છેલછબિલો
મારું હૈયું કરે કલશોર, જાવું જળભરવા.
હું તો ગોકુળગામની નાર જાવું જળ ભરવા,
મારે હૈયે હરખ ના માય, જાવું જળ ભરવા,
0 પ્રત્યાઘાતો:
Post a Comment