સહેજ ટીપું અડ્યુંને - અનિલ જોશી
કવિ - અનિલ જોશી
સ્વર - વિરાજ-બિજલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
સહેજ ટીપું અડ્યુંને, હું તો દરિયો થઇ ગઇ,
હવે ગોતશોના કોઇ મને કોડમાં.
અલ્લડ મિજાજ મારા ગયાની વાત હવે
ખીંટીએ ટીંગાડ્યું ઘર ખાલી રે
મરજાદી એક ઓરડું એવું બાંધ્યું કે
સાવ રેઢો મુકીને દેહ ભારી રે
સહેજ સજકણ અડ્યું કે હું તો પહાડ થઇ ગઇ
હવે ગોતશોના કોઇ મને કોડમાં.
નડતર બનીને ઊભા ભીના પવનીયાની
આડશને આઘી હડસેલી
ગોફણ વીંઝીને નભ સોંસરવી ફેંકી દઉ
વાત કાનમાં કહેલી
સહેજ પીંછું અડ્યુંને હું તો આભ થઇ ગઇ,
હવે ગોતશોના કોઇ મને કોડમાં.
સ્વર - વિરાજ-બિજલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
સહેજ ટીપું અડ્યુંને, હું તો દરિયો થઇ ગઇ,
હવે ગોતશોના કોઇ મને કોડમાં.
અલ્લડ મિજાજ મારા ગયાની વાત હવે
ખીંટીએ ટીંગાડ્યું ઘર ખાલી રે
મરજાદી એક ઓરડું એવું બાંધ્યું કે
સાવ રેઢો મુકીને દેહ ભારી રે
સહેજ સજકણ અડ્યું કે હું તો પહાડ થઇ ગઇ
હવે ગોતશોના કોઇ મને કોડમાં.
નડતર બનીને ઊભા ભીના પવનીયાની
આડશને આઘી હડસેલી
ગોફણ વીંઝીને નભ સોંસરવી ફેંકી દઉ
વાત કાનમાં કહેલી
સહેજ પીંછું અડ્યુંને હું તો આભ થઇ ગઇ,
હવે ગોતશોના કોઇ મને કોડમાં.
0 પ્રત્યાઘાતો:
Post a Comment