ઝીણા ઝીણા રે આંકેથી - અનિલ જોશી
ક્ષેમુદાદાના એક ઇન્ટર્વ્યુંમાં સાંભળ્યું હતુ કે 'કાશીના દીકરા' ફિલ્મમાં તેમણે આપણા સાહિત્યકારોની પ્રચલીત રચનાઓને જ લેવાનો આગ્રહ રાખ્યો હતો.કારણ કે તેમના મતે ફિલ્મ માટે ઓર્ડર આપી લખવામાં આવતાં ગીતો બહુ સારા હોતા નથી. ફક્ત આ ગીત તેમણે અનિલ જોશી પાસે લખાવડાયું હતું. અને જુઓ સંગીતરસિયાઓ આ ગીતના નશામાં ડૂબી ગયા.
વિભા દેસાઇએ આપણને એકથી એક ચડીયાતા Female Duets આપ્યાં છે. તેમાનું મારા મતે શીરમોર છે આ ગીત.
ફિલ્મ - કાશીનો દીકરો
સ્વર - કૌમુદી મુનશી,વિભા દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા,
કાયા લોટ બનીને ઊડી,માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડીનાં સૂના જાળીયા.
સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ,
અવસરિયા કેમ નથી આવતાં,
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતાં.
એકલી સળીને કોયલ માળો માનીને,
જીવતર જીવી ગઇ હવે થાય શું,
એરે માળામાં કોઇ ઇંડુ ના મુકજો,
મુકશો તો હાલરડાં ગાઇશું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment