પગ મને ધોવા દ્યો રઘુરાય - કવિ કાગ
આજે ગુજરાતના ચારણીસાહિત્યનાં અગ્રણી કવિ કાગનો જન્મદિવસ છે. કાગબાપુની કેટલીય રચનાઓ લોકગીત બનીને આપણાં હૈયે વસી ગઇ છે. ખુદ નહેરુએ તેમની રચનાઓને મન મૂકીને વધાવી છે.
આજે સાંભળીયે તેમનું આ પ્રખ્યાત ભજન. થોડાં માસ પહેલા ભાલણની 'નાવિક વળતો બોલ્યો' પદ મુક્યું હતું. એવો જ ભાવ ધરાવતું આ ભજન માણો.
ફિલ્મ - રામાયણ
કવિ - કાગ
સ્વર - પ્રફુલ્લ દવે
પગ મને ધોવા દ્યો રઘુરાય,
મને શક પડ્યો મનમાંહ્ય ... પગ મને
રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઇ ... પગ મને
રજ તમારી કામણગારી મારી નાવ નાર બની જાયજી,
તો તો મારા રંક જનની આજીવિકા ટળી જાયજી ... પગ મને
જોઇ ચતુરતા ભીલ જનની જાનકી મુશ્કરાયજી,
અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાયજી ... પગ મને
દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી ... પગ મને
નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી,
પારી ઉતારીને બોલ્યા તમે શું લેશો ઉતરાઇ ... પગ મને
નાઇની કદી નાઇ લે નહીં, આપણે ધંધા ભાઇજી,
કાગ ન માગે ખારવો કદી ખારવાની ઉતરાઇ ... પગ મને
(શબ્દો - સ્વર્ગારોહણ)

0 પ્રત્યાઘાતો:
Post a Comment