એક છોકરો વંઠું વંઠું થાય છે - રમેશ પારેખ
એક છોકરો વંઠું વંઠું થાય છે
ને ગામ છે કે મંદિરે હરિગુણ ગાય છે.
હરિ ૐ,હરિ ૐ,હરિ ૐ
છોકરાના વંઠવાના કારણમાં દિવસો, અરિસો, બગીચો ને પોતે છે
ઉપરાંત સપનાનું માતેલું પાડું જે છોકરાને સામેથી શોધે છે
અને છોકરાનું લોહી વલોવાય છે.
ને ગામ છે કે મંદિરે હરિગુણ ગાય છે.
હરિ ૐ,હરિ ૐ,હરિ ૐ
છોકરો જે થોડુકલી સીટીનો ઢગલો, થોડુંકલી મૂંછનો ઉધાડ હો
એને ક્યાંથી મંદિરની ઝાલર સંભળાય એના છોકરાપણાની શેને આડ હો
નવી વારતાનું પાનું લખાય છે
ને ગામ છે કે મંદિરે હરિગુણ ગાય છે.
હરિ ૐ,હરિ ૐ,હરિ ૐ
0 પ્રત્યાઘાતો:
Post a Comment