ચોરસની જગ્યાએ ત્રિકોણ - ઉજ્જવલ ધોળકીયા
કદાચ શીર્ષક વાંચીને આપને થયું હશે કે આ તો ગણિતનું કાવ્ય છે. પણ ના, આ તો જિંદગીના ગણિતનું કાવ્ય છે. જિંદગીમાં બધા અરમાનો પૂરા થઇ શકતાં નથી. કેટલાક સપનાઓ સાથે સમાધાન કરવું પડે છે. જીવનના ચોરસ અરમાનોમાંથી એક ખૂણો ઓછો પણ સ્વીકારી લેવો પડે છે, તેની વાત પ્રસ્તુત કાવ્યમાં છે.
કવિ - ઉજ્જવલ ધોળકીયા
સ્વર - ગરિમા ત્રિવેદી
સંગીત - શશાંક ફડણીસ
ચોરસની જગ્યાએ ત્રિકોણને એવું બધું,
જોઇએ તો જિંદગી ધુમ્મસને એવું બધું !
ઉછળતા હોય મોજાઓ દૂત થઇ તોફાનના;
ધુંધવાટ હોય મનમાં ને એવું બધું !
કાંઇક ઉડતું હોય ને પછી બેસતું હોય;
આંખો જ હોય પાંખોને એવું બધુ !
ઝાંઝવા વાસ્તવિક્તા હોય ક્યારેક;
આભાસ હોય આવાસને એવું બધું !
ચોરસની જગ્યાએ ત્રિકોણને એવું બધું,
જોઇએ તો જિંદગી ધુમ્મસને એવું બધું !
0 પ્રત્યાઘાતો:
Post a Comment