ત્રણ ત્રણ પગલામાં - અવિનાશ પારેખ
કવિ - અવિનાશ પારેખ
સ્વર - જ્હાનવી શ્રીમાનકર
સંગીત - સુરેશ જોશી
ત્રણ ત્રણ પગલામાં લીધું ત્રિભુવન
હવે લઇ લોને મારું મકાન રે
તમે એક વાર મળવા આવોને કાનજી.
પ્રથમ પ્રભુજી તમે આવો મારા આંગણીયે
પાડો પગલાં ધીરે ધીરે
કોક દી નાચ્યા'તા તા થૈયા થૈયા
કાલીયા પર કાલિંદી તીરે
મારી નસ નસમાં હિલ્લોળ એવા કાગ્યાં,
ભુલું છું હું સાનભાનજી,
તમે એક વાર મળવા આવોને કાનજી.
પછી વા'લાજી તમે ભુલા રે પડો મારી
ઓસરીમાં રૂમઝુમ ઉમંગથી,
ખાલીખમ સૂના, ઝૂલા ઉપર બેસોને
શામળિયા તમે નવરંગથી.
મંદિર બનાવો મારા માયાવી મનને
પછી બિરાજો સુખે સિંહાસનજી,
તમે એક વાર મળવા આવોને કાનજી.
હવે પિયુજી તમે ઉઘાડો જુગજુગના
અભાગીયા એવા આ બારણા
હળવેથી પસવારો શ્યામજી મને
કે ઊડે પતંગીયા જેવા સંભારણા,
અવાવારું ઓરડા આતમના અજવાળો,
પછી આવો વિરાટ તમે વામનજી
તમે એક વાર મળવા આવોને કાનજી.
સ્વર - જ્હાનવી શ્રીમાનકર
સંગીત - સુરેશ જોશી
ત્રણ ત્રણ પગલામાં લીધું ત્રિભુવન
હવે લઇ લોને મારું મકાન રે
તમે એક વાર મળવા આવોને કાનજી.
પ્રથમ પ્રભુજી તમે આવો મારા આંગણીયે
પાડો પગલાં ધીરે ધીરે
કોક દી નાચ્યા'તા તા થૈયા થૈયા
કાલીયા પર કાલિંદી તીરે
મારી નસ નસમાં હિલ્લોળ એવા કાગ્યાં,
ભુલું છું હું સાનભાનજી,
તમે એક વાર મળવા આવોને કાનજી.
પછી વા'લાજી તમે ભુલા રે પડો મારી
ઓસરીમાં રૂમઝુમ ઉમંગથી,
ખાલીખમ સૂના, ઝૂલા ઉપર બેસોને
શામળિયા તમે નવરંગથી.
મંદિર બનાવો મારા માયાવી મનને
પછી બિરાજો સુખે સિંહાસનજી,
તમે એક વાર મળવા આવોને કાનજી.
હવે પિયુજી તમે ઉઘાડો જુગજુગના
અભાગીયા એવા આ બારણા
હળવેથી પસવારો શ્યામજી મને
કે ઊડે પતંગીયા જેવા સંભારણા,
અવાવારું ઓરડા આતમના અજવાળો,
પછી આવો વિરાટ તમે વામનજી
તમે એક વાર મળવા આવોને કાનજી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment