અદના આદમીનું ગીત - પ્રહલાદ પારેખ
જીવો અને જીવવા દો-નો સંદેશ આપતું સરસ મજાનું ગીત છે. સાવ સામાન્ય માણસની પુરુષાર્થભરી ભાવાભિક્તિને રજૂ કરતાં આ કાવ્યમાં કર્મ દ્વારા સર્જન એ જ જીવનનો સાચો સાથીદાર છે તેમ જણાવ્યું છે.
કવિ - પ્રહલાદ પારેખ
અદના તે આદમી છઇએ,
હો ભાઇ, અમે અદના તે આદમી છઇએ,
ઝાઝું તો મુંગા રહીયે.
મોટા તે આદમીની વાતું બહુ સાંભળી, રે
જુગના તે જુગ એમાં વીત્યા;
થાયે છે આજ એવું, નાની-શી વાત છે જે
હૈયે અમારે, કહી દઇએ.
વસ્તરના વણનારા,ખેતરના ખેડનારા,
ખાણના ખોદનારા છઇએ;
હોડીના હાંકનારા, મારગના બામ્ધનારા;
ગીતોના ગાનારા થઇએ.
- હે જી અમે રંગોની રચનાય દઇએ!
છઇએ રચનારા અમે છઇએ ઘડનારા,
તે સંહારની વાતું નહીં સહીએ;
ધરતીના જાયાનાં કાયા ને હૈયાને
મોંઘેરા મૂલનાં કઃઇયે,
- હે જી એને કેમ કરીને અવગણીએ!
જોઇએ ના તાજ અમને, જોઇએ ના રાજ કોઇ,
જીવીએ ને જીવવા દઇએ;
જીવતરનો સાથી છે, સર્જન, અમાર્પઃ
નહીં મોતના હાથા થઇએ.
- હે જી એની વાતુંને કાન નહીં દઇએ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment