મને માર્યા નેણાના બાણ - નંદકુમાર પાઠક
ફિલ્મ - કરિયાવર (૧૯૪૮)
કવિ - નંદકુમાર પાઠક
સંગીત -અજિત મર્ચન્ટ
મને માર્યા નેણાના બાણ રે, વાલમજી વાતોમાં,
કે મને નેહ ભર્યે નેણલે નચાવી, વાલમજી વાતોમાં.
પાંપણ પલકારે કીધાં કામણ અદીઠડાં
પ્રીત કેરાં કોડ આજ ઝાઝરા જાગ્યા,
મ્હેરામણ હૈયાનાં હેલે ચડ્યો છે આજ,
હવે આવ્યા છે અવસર સોહામણા, સોહામણા
હવે આવ્યા છે અવસર સોહામણા,વાલમજી વાતોમાં.
મારા મનને ચંદરવે આજ ચમ્ક્યો ચાંદલીયો,
એતો અણજાણે વ્હાલમાં દીધો પાતલીયો,
હે મને ઘેલી રે કીધી લજામણી, વાલમજી વાતોમાં.
મને માર્યા નેણાના બાણ રે, વાલમજી વાતોમાં,
મારા જોબનની પાળ ક્યાંક આવ્યો ઉઘલડો,
મારા આંબાને ડાળ ક્યાંથી આવ્યો તો મોરલો,
કોણે કોણે મને ઝૂલે ઝૂલાવી, વાલમજી વાતોમાં.

0 પ્રત્યાઘાતો:
Post a Comment