સૂકી જુદાઇની ડાળ - અનિલ જોશી
કવિ - અનિલ જોશી
સ્વર - આરતી મુખરજી
સંગીત - અજિત શેઠ
સૂકી જુદાઇની ડાળ તણા ફૂલ અમે,છાના ઊગીને છાના ખરીયે,
તમો આવો તો બે'ક વાત કરીયે.
ફાગણ ચાલે એના સપનાનો ધૂળથી નીંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊઠે સવાલ,આ તે ભ્રમણા હશે કે વાત સાચી
જીવતર આખ્ખુય જાણે પાંચ સાત છોકરા પરપોટા વીણતાં દરિયે
કેડીને ધોરિયે જંગલ ડૂબ્યા, ને અમે કાંઠે ઉભા રહીને ગાતાં,
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં, આંસુ ચણોથી થઇ જાતાં.
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નહિ, મરવા દીયે તો કોઇ મરીયે.

1 પ્રત્યાઘાતો:
સરસ ગીત !!અનિલભાઈનું મારૂ ગમતુ ગીત!!આરતીબેનનો અવાહ એકદમ મધૂર..
સપના
Post a Comment