હમણાં હમણાં
સહુને વાસી ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છા.
કવિનું મન હમણાં હમણાંથી કલ્પનાજગતમાં વિહરે છે તેનું મનોરમ અને કલ્પનાશીલ આલેખન પ્રસ્તુત કાવ્યમાં છે. આભમાં વાદળીઓ સાથે આળોટવાની, સાગરની લહેરો પર નાનકડી નાવમાં ઊંઘવાની તથા રોજિંદા જીવનની ઘટમાળમાંથી મુક્ત થઇ કોઇ વેરાન ગુફાનાં એકાંતને ઓઢવાની વાત એમણે સરળ વાણીમાં અભિવ્યક્ત કરી છે.

એમ થાય કે
આભ મહીં આ હરતીફરતી
વાદળીઓને વાળિઝૂડી
લાવ જરાં આળોટું.
હમણાં હમણાં
એમ થાય કે
સાત સાત સાગરની વચ્ચે
નાનું અમથું નાવ લઇને
તરંગ પર લહેરાતો જોતો
લાવ નિરાંતે પોઢું.
હમણાં હમણાં
એમ થાય કે
ઘર-જંજાળી આટા-પાટા
અળગા મેલી
કોઇ અગોચર વનમાં જઇને
લાવ, જરા એકાંત ગુફાનાં ઓઢું
હમણાં હમણાં...
0 પ્રત્યાઘાતો:
Post a Comment