Tuesday 4 January 2011

શૂન્યતામા પાનખર - આદિલ મન્સૂરી

કવિ - આદિલ મન્સૂરી
સ્વર - શ્રુતિવૃંદ
સ્વર - ગૌરાંગ વ્યાસ



શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આગ નીતરતી રહી.

સૂર્ય સંકોચાયોને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

આ બધા લાચાર અહીં જોતાં રહ્યા,
હાથમાંથી જીંદગી સરતી રહી.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP