આવી રસીલી ચાંદની - ભાસ્કર વોરા
ફિલ્મ - સત્યવાન સાવિત્રી
કવિ - ભાસ્કર વોરા
સ્વર - લતા મંગેશકર અને મહમંદ રફી
સંગીત - દિલીપ ધોળકીયા
આવી રસીલી ચાંદની, વન વગડો રેલાવતી,
છાયા બની એ ચંદ્રની, એની પગલે પગલાં પાડતી.
છાયા ના માનું ચાંદનીને, ચંદ્રની એ તો પ્રિયા,
હો રંગરસિયા, આમ બોલી મન ભરમાવે કાં સદા
નૈનની ભૂલ-ભૂલામણી.
ચંદ્ર છુપાયો વાદળીમાં, તેજ તારું જોઇને
જોને જરી તું આયો ફરી એ, મુખ પર તારા મોહીને
થાય શીદ લજામણી
0 પ્રત્યાઘાતો:
Post a Comment