Friday 11 March 2011

આગળ મોર્યા મોગરા - ભાસ્કર વોરા

કવિ - ભાસ્કર વોરા
સ્વર- ફાલ્ગુની શેઠ
સંગીત - દિલીપ ધોળકીયા



આગળ મોર્યા મોગરાને પછવાડે ગલગોટ
સવળા વાતા વાયરાને એની અવળી વાગે ચોટ
ભૂલકણાં, ભૂલકણાં ઓરે ભૂલકણા દેશું નહિ તુ જ કોર.

ખીલ્યા કે શું ખાખરે એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે, મારું મન જાણે મધુમાખ.
ભૂલકણાં, ભૂલકણાં ઓરે ભૂલકણા દેશું નહિ તુ જ કોર.

હોળી મહીનો હુલામણો, એની નારી પાળે વેશ,
પુછુ નિર્દય નાવલા, તને કેમ ગમે પરદેશ?
ભૂલકણાં, ભૂલકણાં ઓરે ભૂલકણા દેશું નહિ તુ જ કોર.

રાતે વસમી ચાંદની ને દા'ડે વસમી લૂ
વસમી વિરહની શ્યામલી, મારો વિચાર કરજે તું
ભૂલકણાં, ભૂલકણાં ઓરે ભૂલકણા દેશું નહિ તુ જ કોર.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP