હીંડોળે હરિ ઝૂલતા રે - વસંતોત્સવ ગીત
સ્વર - મન્ના ડે
સંગીત - દિલીપ ધોળકીયા
હે લાગે વૈકુંઠથી રુડું વડતાલ, હીંડોળે હરિ ઝૂલતા રે..
હે.. ફૂલડોલનો ઉત્સવ રસાળ, હીંડોળે હરિ ઝૂલતા રે..
થઇને પરોણા પધાર્યા હરિ આંગણે,
વારિ વારિ જાવ હું તો વા'લાને વારણે
હે.. ઉડે રુદિયામાં રંગ ગુલાલ, હીંડોળે હરિ ઝૂલતા રે..
ફૂલ ગુલાબ ને મોગરાથી મહેંકતો,
બાર બાર દ્વારનો હીંડોળો શોભતો,
હે.. કરી નિષ્કુળાનંદે કમાલ, હીંડોળે હરિ ઝૂલતા રે..
પ્રગટ પ્રભુને આજે હૈયે ઝુલાવો,
જન્મોની પ્રીતે મળે દર્શનનો લ્હાવો
કરે હરિ ભક્તોને નિહાલ, હીંડોળે હરિ ઝૂલતા રે..
0 પ્રત્યાઘાતો:
Post a Comment