નારી નરકની ખાણ છે - અવિનાશ વ્યાસ
મારી પર જૂતાંનો વરસાદ વરસવાનો છે તેના જોખમ સાથે આ ગીત મુક્યું છે. હે નારી, મારા ઉપર ગુસ્સે થતાં પહેલા આ ગીત સાંભળી લ્યો. પછી વરસવાની છૂટ છે.
ફિલ્મ - લાખો ફૂલાણી
ગીત - અવિનાશ વ્યાસ
સ્વર - કિશોર કુમાર
ગાવો સહુ સાથે તમને બજરંગબલિની આણ છે
શિષ્યો સહુ સંપીને બોલો નારી નરકની ખાણ છે.
જય જય બ્રહ્મચારી, બે-ચાર દંડ મારી લ્યો,
(એ રોંચા, જરા નીચો થા...)
કોઇની થઇને ના રહેનારી તેનું નામ નારી
કૈકેયી એ કીધું રામાયણ કેવું જગમાં ભારી
દ્રોપદીથી જન્મ્યું મહાભારત જબરી મારામારી
જબરી મારામારી, ભારે મારામારી,મોટી મારામારી(ચૂપ)
વિશ્વામિત્ર સમા ઋષિઓના તપને ડોલાવનારી
જેનું તળીયું તૂટેલું એવું વામાનું વ્હા'ણ છે
શિષ્યો સહુ સંપીને બોલો નારી નરકની ખાણ છે.
જય જય બ્રહ્મચારી, મલખમ પર કરો સવારી.
બે ભાઇ સંપીને રહેતાં આવે જો એક બાઇ
ઘર થાતું એક નાટકશાળા રોજની રોજ ભવાઇ
(ધીંકતાક ધીંકતાક...)
આ સંસારે ધણી બિચારો કાળી કરે કમાઇ
ખરચી નાખે ટાપટીપમાં બૈરી પાઇએ પાઇ
બૈરાં ખાતર કાવડિયાની ઘરમાં તાણંતાણ છે,
શિષ્યો સહુ સંપીને બોલો નારી નરકની ખાણ છે.
જય જય બ્રહ્મચારી, ફેરવ મગદળ ભારી.
એ ગોંડા, એ બોઘા, એ હાથ ચલાવ બરાબર.
પતિ પોતિયું પહેરે ટૂંકુ, પત્ની અંબર ઓઢે
જર, ઘરેણાં માંગે અંગના ઝઘડે વરની જોડે
(ઝટ જાઓ ચંદન હાર લાવો, ઘુંઘટ નહિ ખોલું રે)
*ખર થઇને નર કરે વેતરું, સાંજ સવારે દોડે
ગાડા કેરો બેલ ઘૂમે ને નારી તેજે ઘોડે.
કામીનીના કરતૂતથી તો જાગી આ મોકાણ છે.
શિષ્યો સહુ સંપીને બોલો નારી નરકની ખાણ છે.
જય જય બ્રહ્મચારી, કરો કુસ્તિની તૈયારી.
એ પાપડતોડ પહેલવાન
( જો જો હો. હવે પલ્ટી મારે છે.કદાચ પત્ની સામે આવી ગઇ લાગે છે)
એક જ રથના બે પૈડાંઓ એક નર ને એક નારી
રાધા વિના કૃષ્ણ તણી ના જગે હોત બલિહારી,
ગૃહલાજ સમાણી જનની વંદનીય છે નારી
ઘર ને વરની શોભા જગમાં નારી દીપાવનારી.
નર છે કાથો-ચૂનો નારી નાગરવેલનું પાન છે,
શિષ્યો સહુ સંપીને બોલો નારી જગમાં મહાન છે.
કોઇ રહેશો ના બ્રહ્મચારી, ઝટ પરણી લો નારી....
(નારી, ન હારી)
*****
*ખર - ગધેડું
*****
*ખર - ગધેડું
0 પ્રત્યાઘાતો:
Post a Comment