હાલોને કીડીબાઇની જાનમાં - ભોજા ભગત
નવરાત્રીમાં આ ભજન પર આપણે સહુએ ગરબાં ગાયા જ હશે. નાનપણમાં થતું કે કીડીબાઇની જાન સાથે ગરબાંને શું લેવાદેવા. પણ થોડાં વર્ષો પહેલા 'સંદેશ'માં આ ભજન અને ભોજાભગત વિશે એક વિસ્તૃત લેખ વાંચ્યો. લેખકે આ ગીતના એક એક પ્રતિકો વિશે ખુબ સુંદર ચર્ચા કરી હતી. ત્યારે આ ભજનનાં આદ્યાત્મિક ઊંડાણનિ જાણ થઇ. લેખ બહુ શોધ્યો, પણ મળ્યો નહીં. લેખ જેવો મળશે, તેવો આપની સાથે વહેંચીશ.
કવિ - ભોજા ભગત
સ્વર - લલીતા ઘોડાદ્રા, ???
કીડી બિચારી કીડલી રે, કીડીનાં લગનીયાં લેવાય,
પંખી પારેવડાંને નોતર્યાં,કીડીને આપ્યાં સન્માન
હાલોને કીડીબાઇની જાનમાં.
મોરલે બાંધ્યો રૂડો માંડવલડો રે, ખજુરો પીરસે ખારેક,
સૂડલે ગાયા રૂડાં ગીતડા, પોપટ પીરસે પકવાન.
મકોડાને મોકલ્યો માળવે રે, લેવા માળવીયો ગોળ,
મકોડો કેડેથી પાતળો, ગોળ ઊપડ્યો નવ જાય.
મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે, એવાં નોતરવા ગામ,
સામા મળ્યાં બે કૂતરાં, બિલાડીનાં કરડ્યા બે કાન
ઘોએ બાંધ્યાં પગે ઘૂઘરા રે , કાચીંડે બાંધી છે કટાર,
ઊંટે બાંધ્યા રે ગળે ઢોલકા, ગધેડો ફૂંકે શરણાઇ.
ઊંદરમામા હાલ્યા રિહામણે રે, બેઠા દરિયાને બેટ,
દેડકો બેઠો ડગમગે, મને કપડાં પહેરાવ.
વાંહડે ચડ્યો એક વાંદરો રે, એ જુએ જાનુની વાટ,
આજે તો જાનુંને લૂંટવી, લેવા સર્વેના પ્રાણ.
કઇ કીડી ને કોની જાન છે રે, સંતો કરજો વિચાર,
ભોજાભગતની વિનતી, સમજો ચતુર સુજાણ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment