પ્રગટ ભયે નરનારાયણ શ્યામ - બ્રહ્માનંદ સ્વામી
જે દવાખાનામાં જવાથી સ્વાસ્થ્ય મળે તે જાગતું દવાખાનું કહેવાય.
આજે વિશ્વનાં સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવ ધામ કાળુપુરનો ૧૯૦મો પ્રતિષ્ઠતા દિન છે. અમદાવાદ ખાતે બ્રહ્માનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ વિશ્વના સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા કરી. બ્રહ્માનંદ સ્વામી એક ઉત્તમ સ્થપતિ ઉપરાંત ઉત્તમ કવિ પણ હતાં. (હવે બે માંથી કયા ક્ષેત્રમાં ચડીયાતા કહેવા તે યક્ષપ્રશ્ન છે. અમદાવાદ અને વડતાલનાં મંદિરોનું નિર્માણ કરી પોતાની સ્થાપત્યકલાનો પરિચય આપ્યો, તો ગુજરાતી, પ્રાકૃત, કચ્છી જેવી આઠ ભાષાઓમાં ૮૦૦૦ જેટલાં પદોની રચના તેમણે કરી હતી.)અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા વખતે આ પદની રચના કરી છે. ભાષા પ્રાકૃત મિશ્રિત ગુજરાતી છે. કેટલાક શબ્દો સમજવામાં ભૂલ થઇ છે.
આજે વિશ્વ નારી દિન પણ છે. તેની પણ હાર્દિક શુભેચ્છા.
આજે વિશ્વ નારી દિન પણ છે. તેની પણ હાર્દિક શુભેચ્છા.
કવિ - બ્રહ્માનંદ સ્વામી
પ્રગટ ભયે નરનારાયણ શ્યામ
બાજત બાજ અધિક બધાઇ,
ધર્મઋષિ કે ધામ....
ગૌર શરીર ધીર દો શોભતી સંતને કે અભિરામ,
કોમળ કાંતિ નીરખી વદન કી,
લાજત કોટિક કામ....
નાટા રંભ કરત સુરનારી ગાવત ઉંચે ગ્રામ,
મહાપ્રભુ તમ ધર કે અહિં સાભી,
સબ વિધી પુરી હામ...
ટોડલે તોરણ વિવિધ બંધાયે, માણેક મોતિ દામ,
બ્રહ્માનંદ રહો દ્રગ આગે
દોવું છબી આઠે ધામ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment