સનમ જો તું બને - દારા પ્રિંટર
કવિ - દારા પ્રિન્ટર
સ્વર - મુકેશ
સનમ જો તું બને ગુલ તો, બુલબુલ હું બની જાઉ,
કમલનું જો રૂપ તારું હો, ભ્રમર હું તો થાઉં.
તું દિપક બનીને પ્રગટે, હું બનું પ્રેમ પરવાનો,
વફાથી જાનને અર્પી, પ્રીતિ કાજે જલૉ જાઉં.
તું જામ હો અગરસુંદર, મદિરા હું પ્યારનો થાઉં,
ખુમ્મારી ઇચ્કની ચડતાં, આવારગીમાં ભલી થાવું.
તું જો અગર સમંદર હો, મળવાને હું નદી થાવ,
હજારો કોસ દૂર દૂરથી વહી હેતે મળી જાવ.
તું જો અગર તરૂવર હો, બની વેલ હું લપટાઉં,
જીવનભર દિલ્લગી કરતાં તુજ પાતામાં જ મરી જાઉં.

0 પ્રત્યાઘાતો:
Post a Comment