માએ ગરબો કોરાવ્યો - ગરબો
ગરબાની વાત આ ગરબા વગર તદ્દન અધૂરી છે. આજે લ્હાવો લઇએ આ ગરબાનો.
ફિલ્મ - અંબા ગબ્બર વાળી
આરાસુરની અંબિકા, તન ઝૂલે હીંડોળા ખાટ
અવનીના દરબારમાં રમવા નીસર્યા માત.
મા એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,
સજી સોળ રે શણગાર મેલી દિવડાં કેરી હાર.
મા એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
ગબ્બરની લઇ માંડવી માથે ઘૂમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત.
જોગમાયાને અંગ નર્યો નીતરે ઉમંગ
રમે જોગણીયો સંગ રૂડો અવસરનો રંગ
મા એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,
ચારેજુગનો ચુડલો માનો સોળ કળાનો વાન
અંબાના અણસારા વીના હાલે નહિ પાન
માના રૂપની નહિ જોડ, એને રમવાનાં બહુ કોડ
માંડે ગરબા કેરી હોડ, રૂડો અવસરનો રંગ
મા એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે.
રંગતાળી રંગતાળી કે ઘૂમે ગબ્બરવાળી
સંગે ઘૂમે છે બહુચરબાળી, કે રંગમાં રંગ તાળી
સોહે અંબે આરાસુરવાળી, કે રંગમાં રંગ તાળી
મોરી માવલડી મતવાલી કે રંગમાં રંગતાલી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment