રામ તો વસે છે તારા તનમનમાં - અવિનાશ વ્યાસ
આવતી કાલે રામનવમીનો પવિત્ર તહેવાર છે. આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા. આનંદ કુમારજીએ આ રામભજન એટલું સરસ ગાયું છે કે સાંભળતા કાન ધરાતાં જ નથી. જૂના ગુજરાતી ગીતોનો સુવર્ણયુગ માનસપટ પર આવી ગયો. તમે પણ માણો.
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આનંદ કુમાર સી.
શાને ઢૂંઢે રામને તું ધરતી ગગનમાં,
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
અંધકાર પગથારે રામ કેરો વાસ છે,
દીપક થઇને જગે ઝગમગે રામનો ઉજાસ છે.
રામ રામને રટતી કરણી રેખાના મધુવનમાં
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
રામ તણા દર્શનને કાજે શાને તું અધીર છે?
એક પ્રકારે તારા તનમન રામ તણી તસ્વીર છે
દસે દિશામાં રામની હસ્તી જીવનમરણમાં
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ.
જયશ્રી રામ
0 પ્રત્યાઘાતો:
Post a Comment