પહેલી પહેલી રાત રસિયા - અવિનાશ વ્યાસ
કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - આશા ભોંસલે
પહેલી પહેલી રાત રસિયા રમવું મારે રંગે
હો રંગ રસિયા મુજને રમવા દે આજ તારે સંગે.
સોળ સજ્યા શણગાર સલોણી ઘેરો ઘુંઘટ ખોલો,
ગોરી ચિતડું ચોરી બેઠાં ક્યાં સંતાડ્યું બોલો.
મઘમઘતી મધુરજની નાચે આજ ઉમંગે
હો રંગ રસિયા મુજને રમવા દે આજ તારે સંગે.
જો જો રસિયા રમતાં રમતાં વેણી ના વિખરાય
જો જો રસિયા રમતાં રમતાં પાલવ ના પીખાય
અંગે અંગને ઘેરી લેતું જોને આજ ઉમંગે
હો રંગ રસિયા મુજને રમવા દે આજ તારે સંગે.
છોને વેણી વીખરાય, છોને પાલવ પીખાય
વાત અનોખી આ મિલનની ભૂલી ના ભૂલાય
થનગન થનગન તનમન નાચે જોને મન મનંગે

0 પ્રત્યાઘાતો:
Post a Comment