સાત-સાત પગલાંઓ સાથે ચાલીને - મેઘબિંદુ
સપ્તદીની સાત પ્રતિજ્ઞાઓ લઇ જ્યારે જન્મોજનમ માટે કોઇનો હાથ પકડીયે અને મધુર દાંપત્યનાં સ્વપ્ન ગૂંથીએ અને અચાનક આ સાથ છૂટી જાય, તેનો આઘાત કેવો અસહ્ય લાગે. કોનામાં આપણા અસ્તિત્વને ઓગાળી દઇએ અને તેનો સાથ જ પાણીમાં મીઠાની જેમ ઓગળી જાય ત્યારે જીવતરમાં ફક્ત ખારાશ જ બાકી રહે છે.
કવિ - મેઘબિંદુ
સ્વર - વિરાજ-બિજલ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર - વિરાજ-બિજલ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
સાત-સાત પગલાંઓ સાથે ચાલીને તેં માગ્યો તો મારો હાથ,
પણ અધવચ્ચે એવું તે શું રે થયું કે મારો છોડી દીધો રે સંગાથ.
સાત-સાત પગલાંઓ....
હું તો ઈચ્છાઓ તારી ઉછેરતી હતી ને મહેકાવ્યો તારો એ બાગ,
તારા અવાજમાં હું એવી ખોવાઇ ગઇ કે ભૂલી ગઇ મારો રાગ;
તારા એક-એક પગલાની પૂજા કરી તને માનીને મારો રામ,

સાત-સાત પગલાંઓ.....
મંઝિલની ટોચ જ્યારે દેખાઇ દુરથી ત્યારે તેં લીધો વળાંક,
ધગધગતા તાપમાં તારી સંગાથે ચાલી તે મારો શું વાંક;
મનના મારગમાં એવું તે કોણ મળ્યું છોડી દીધો મારો સાથ,

સાત-સાત પગલાંઓ......
(શબ્દો - પ્રીતના ગીત)

0 પ્રત્યાઘાતો:
Post a Comment