પાંદડુ લીલું ને રંગ રાતો - અવિનાશ વ્યાસ
ફિલ્મ - મહેંદી રંગ લાગ્યો
કવિ, સંગીત - અવિનાશ વ્યાસસ્વર - લતા મંગેશકર, મહેન્દ્ર કપુર
પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….
ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો
રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો
રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો
(શબ્દો - લાપળીયા)
0 પ્રત્યાઘાતો:
Post a Comment