Wednesday 20 July 2011

અલક મલકની અલબેલી - અવિનાશ વ્યાસ

આવતીકાલે અવિનાશ વ્યાસનો જન્મદિવસ છે. ઘણાં લાંબા સમય સુધી હું દરેક પ્રખ્યાત ગુજરાતી ગીતો અવિનાશ વ્યાસના જ છે એવી દ્રઢ માન્યતા ધરાવતો હતો. જોકે તેના માટે મારા અજ્ઞાન કરતાં પણ અવિનાશ વ્યાસની મહાનતાવધુ જવાબદાર છે. આખા ગુજરાતને ગાતું કરનાર અવિનાશ વ્યાસને ખુબ ખુબ શુભેચ્છા.

કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - ગીતા દત્ત



ઓ અલક મલકની અલબેલી,
અચકો મચકો કારેલી.
તારી આંખો તો છે મદઘેલી,
અચકો મચકો કારેલી.

વર મળશે
વર મળશે મને મનગમતો
હાં વર મળશે 
હાં વર મળશે મને મનગમતો
મારી સંગે રંગે રમતો,
તો તને લોકો કહેશે વરઘેલી.
અચકો મચકો કારેલી.

સાસુ સસરાં નણંદ નાની,
વરરાજા ને હું વરરાણી,
એ ચંપોને હું ચંપેલી.
અચકો મચકો કારેલી.

કંથ કહ્યાગરો લાગે તમારો
દેખે મનગમતાં શણગારો
તું પરણીને સાસર જા જે'લી
અચકો મચકો કારેલી..

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP