આંખોમાં છલકતો કૈફ - અમર પાલનપુરી
કવિ - અમર પાલનપુરી
સ્વર - પ્રહર વોરા
સંગીત - ગૌરાંગ વ્યાસ
આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
નૌકા જો અમારી ડૂબી તો, અંજામ બુરો થાશે નૈનો,
તોફાન ઉમટશે કિનારે, મજધાર બધી સુમસામ હશે.
ઉપવનમાં કરૂણા વ્યાપી ગઇ, ખોલ્યાં મેં જ્યારે જખમ દિલનાં,
કાંટાએ નથી મારી શકતાં, ફૂલોનું આવું કામ હશે.
હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.

(આ ગઝલના વધુ શેર વાંચો - સિદ્ધાર્થના બ્લોગ પર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment