Saturday 23 July 2011

લલિત અંગ લલના લજવાતી - અવિનાશ વ્યાસ

ફિલ્મ - સંત સૂરદાસ
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - સુમન કલ્યાણપુર




લલિત અંગ લલના લજવાતી,
પગનું નુપુર છાનું ન રહેતું,
ઘડીક અને ઘડી અચકાતી.

રીમઝીમ રીમઝીમ વરસે બદરીયા,
ઝીણી ઝીણી ચુનરી ભીંજાતી,
પવન વહે ચમકે અતિ દામિની
ભામિની ઉરમાં અકળાતી
એક અગન મન પિયુ મિલનની
બની ઠંડી વહી જાતી.

આજ મને અણગમતો લાગે મોર,
સખી જો ને દુભાવ્યો  મેં ચિત્તડાનો ચોર,

મનના માન્યા એ મને કેટલી મનાવી તોયે
મારો ઉતર્યો ન રૂસણાનો ક્રોધ
આજ મને અણગમતો લાગે મોર

સાંજ ઢળે સાંવરિયો ન આવ્યો,
ઉરમાં અતિ ઉકળાટ છવાયો

ચિત્તમાં વિપરીત વિચાર આવે
ભૂખ છતાં ભોજન ના ભાવે,
શું કોઇ ચંચલ ચતુરાથી-
પિયુ મારો ભરમાઇ ગયો
સાંજ ઢળે સાંવરિયો ન આવ્યો,

સખી મને ચૈન પડે ન આજે,
અહીં તહીં તલસે મારી નજરીયાં,
કોઇ સુંદર વદનને કાજે

ઉરબોજ સહેવાય નહિ,
તનમન બદન શરમાય
કેસરીયા શણગાર સજ્યા તો
મન અંતર અકળાય અકળાય

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP