સહેજ હસી લ્યો હોઠ -- હરિન્દ્ર દવે
કવિ - હરિન્દ્ર દવે
સ્વર, સંગીત - દિલીપ ધોળકીયા
સહેજ હસી લ્યો હોઠ નેણ નીરખી લ્યો દુનિયા
સામે તીર ઝુકવે સાજન
એ અણજાણ્યા તટે કોઇના મીટ માંડી બેઠા લોચનીયા
આ થોડું દીલ દર્દ થોડી જખ્મોની વસ્તી
ભુલવતાં ભુભ્રંગ રંગની દાહક મસ્તી
આ સાવ અચાનક શોર બધાયે સંકેલાયા
છીન્ન થઇ એ જીવ બધી મન મૃગજળની માયા
સહેજ હસી લ્યો હોઠ નેણ નીરખી લ્યો દુનિયા
સામે તીર ઝુકવે સાજન
એ અણજાણ્યા તટે કોઇના મીટ માંડી બેઠા લોચનીયા
આ થોડું દીલ દર્દ થોડી જખ્મોની વસ્તી
ભુલવતાં ભુભ્રંગ રંગની દાહક મસ્તી
દુર દુર સંભળાય કોઇ કંગન પૈજનીયા
સહેજ હસી લ્યો હોઠ નેણ નીરખી લ્યો દુનિયા
આ સાવ અચાનક શોર બધાયે સંકેલાયા
છીન્ન થઇ એ જીવ બધી મન મૃગજળની માયા
હળવી ફુંકે હાય ખરી ચાલ્યા તનમનીયા
0 પ્રત્યાઘાતો:
Post a Comment