Friday 30 September 2011

દુધે તે ભરી તલાવડી - લોકગીત

નવરાત્રીના ત્રીજના દિવસે આ પ્રખ્યાત ગરબો.

ફિલ્મ - ગાજરની પીપુડી
સ્વર - આશા ભોંસલે
સંગીતકાર - પીનાકીન શાહહે ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ,
હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે…
હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,
હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે વાટકી જેવડી વાવલડી ને મંઈ ખોબલો પાણી માંઈ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…

ગરબો માથે કોરિયો માએ ઝબક દીવડો થાય મારી માડી,
ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી,
હે તાળીઓની રમઝટ,
હે તાળીઓની રમઝટ પગ પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…

હળવે હલું તો કેર ચહી જાય, હાલુ ઉતાવળે તો પગ લચકાય,
સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય…
હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાઈ રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…

ચ્યમ જઉં ઘર આંગણીયે, આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા…
થઈ જાઉં હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા…
હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…


0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP