માનો ગરબો રે રમે રાજ ને દરબાર
લોકગીત
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
હે રમતો ભમતો રે આવ્યો સુથારી ને દ્વાર
ઓલી સુથારા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડો બાજઠીયા મેલાવ.
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
હે રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર
એલી કુંભારી ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં કોડિયા મેલાવ.
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે આવ્યો ઘાંચીડા ને દ્વાર
અલી ઘાંચીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં દિવેલિયા પુરાવ.
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર
એલી સોનીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં મેડીયા મેલાવ.
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે આવ્યો માળીડા દ્વાર
એલી માળીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં ફૂલડાં વેરાવ.
(શબ્દો - Bina's webblog)
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
હે રમતો ભમતો રે આવ્યો સુથારી ને દ્વાર
ઓલી સુથારા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડો બાજઠીયા મેલાવ.
હે રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર
એલી કુંભારી ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં કોડિયા મેલાવ.
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે આવ્યો ઘાંચીડા ને દ્વાર
અલી ઘાંચીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં દિવેલિયા પુરાવ.
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર
એલી સોનીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં મેડીયા મેલાવ.
માનો ગરબો રે, રમે રાજ ને દરબાર,
કે રમતો ભમતો રે આવ્યો માળીડા દ્વાર
એલી માળીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડાં ફૂલડાં વેરાવ.
(શબ્દો - Bina's webblog)
0 પ્રત્યાઘાતો:
Post a Comment