હવે સખી નહીં બોલું - દયારામ
સર્વે વાચકોને પર્વાધિરાજ નવરાત્રીની હાર્દિક શુભેચ્છા. માતાજી નોરતામાં આપ સહુને આંગણે પગલા પાડે અને આપના પર આશીષ વરસાવે તેવી પ્રાર્થના.
હવે નવ દિવસ સુધી અભિષેક પર ગરબા, ગરબી, રાસની રમઝટ જામશે. આ રમઝટમાં શામેલ થવા સહુને પ્રેમભર્યુ ઇજન છે.
વળી આજે ગાયિકાશ્રેષ્ઠ લતા મંગેશકરનો પણ જન્મ દિવસ છે. સરસ્વતીના અવતાર એવા લતાજીને પ્રણામ કરવાનિ સાથે પ્રારંભ કરીએ આ શક્તિપર્વનો.
કવિ - દયારામ
સ્વર - લતા મંગેશકર
સંગીત - ???
|
હવે સખી નહિ બોલું ,નહિ બોલું ,નહિ બોલું રે
કદાપી નંદકુંવરની સંગે
હો.. મુને શશીવદની કહી છેડે
ત્યારની દાઝ લાગી છે મારા હૈયે.
ચંદ્રબિંબમાં લાંછન છે વળી રાહુ ગળે ખટમાસે રે
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા, નિત્યનાં પૂર્ણ પ્રકાશે
દયાનાં પ્રીતમ કહે સખી જ્યું શશીમુખ સરીખું સુખ પાશે
કોટિ પ્રકારે હું નહિ આવું, એવાં પુરુષથી અડાશે રે
(શબ્દો - લોકસાહિત્ય)
0 પ્રત્યાઘાતો:
Post a Comment