જોબનીયું આજ આવ્યું - અવિનાશ વ્યાસ
કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે ,
જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે ,
જોબનીયું કાલે જાતું રહેશે .
જોબનીયા ને આંખ્યું ના ઉલાળા માં રાખો ,
જોબનીયા ને માથા ના અંબોડા માં રાખો ,
જોબનીયા ને આંખ્યું ના ઉલાળા માં રાખો ,
જોબનીયા ને માથા ના અંબોડા માં રાખો ,
જોબનીયું કાલે જાતું રહેશે .
જોબનીયા ને હાથ ની હથેળી માં રાખો ,
જોબનીયા ને ચુંદડી ના પાલવ માં રાખો ,
જોબનીયા ને હાથ ની હથેળી માં રાખો ,
જોબનીયા ને ચુંદડી ના પાલવ માં રાખો ,
જોબનીયું કાલે જાતું રહેશે .
જોબનીયા ને કેડ ના કંદોરા માં રાખો ,
જોબનીયા ને પગ ની ઝાંઝરીઓ માં રાખો .
જોબનીયા ને કેડ ના કંદોરા માં રાખો ,
જોબનીયા ને પગ ની ઝાંઝરીઓ માં રાખો .
જોબનીયું કાલે જાતું રહેશે .
(શબ્દો - stop.co.in)
0 પ્રત્યાઘાતો:
Post a Comment