પિંજરું તે પિંજરું - અવિનાશ વ્યાસ
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - મન્ના ડે
પિંજરું તે પિંજરું, પિંજરું તે પિંજરું
સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું
ભલે મોતીડે મઢેલ
ભલે રે હીરલે જડેલ
પિંજરું તે પિંજરું
તનડે બંધાણી, મનડે રૂંધાણી
પિંજરે પૂરાણી
વનની કોયલ રાણી
તનડે બંધાણી, મનડે રૂંધાણી
પિંજરે પૂરાણી
વનની કોયલ રાણી
ડોલે વાયુ ને વાદળિયું વિના
ટહૂકો ક્યાંથી કરું
પિંજરું તે પિંજરું
સોનાની રે લંકાનું સીતાને શું કામ રે
વસતો વનવગડે એનો મનગમતો રામ રે
નીર તો મહેરામણ કેરા કુવાનું તો છીછરું
પિંજરું તે પિંજરું
સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું
ભલે મોતીડે મઢેલ
ભલે રે હીરલે જડેલ
પિંજરું તે પિંજરું
પિંજરું તે પિંજરું
સ્વર - મન્ના ડે
પિંજરું તે પિંજરું, પિંજરું તે પિંજરું
સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું
ભલે મોતીડે મઢેલ
ભલે રે હીરલે જડેલ
પિંજરું તે પિંજરું
તનડે બંધાણી, મનડે રૂંધાણી
પિંજરે પૂરાણી
વનની કોયલ રાણી
તનડે બંધાણી, મનડે રૂંધાણી
પિંજરે પૂરાણી
વનની કોયલ રાણી
ડોલે વાયુ ને વાદળિયું વિના
ટહૂકો ક્યાંથી કરું
પિંજરું તે પિંજરું
સોનાની રે લંકાનું સીતાને શું કામ રે
વસતો વનવગડે એનો મનગમતો રામ રે
નીર તો મહેરામણ કેરા કુવાનું તો છીછરું
પિંજરું તે પિંજરું
સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું
ભલે મોતીડે મઢેલ
ભલે રે હીરલે જડેલ
પિંજરું તે પિંજરું
પિંજરું તે પિંજરું
(શબ્દો - ગુજરાતી સાહિત્ય સંગમ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment