ખમ્મા, મારા નંદજીના લાલ - નરસિંહ મહેતા
કવિ - નરસિંહ મહેતા
સ્વર - હેમુ ગઢવી
સંગીત - પ્રાચીન
ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?
હું રે સૂતી’તી મારા શયનભવનમાં,
સાંભળ્યો મોરલીનો રાગ … મોરલી …
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલ ગઇ હુંતો ભાન સાન … મોરલી …
પાણીડાંની મસે જીવન જોવાને હાલી,
દીઠાં મેં નંદજીના લાલ … મોરલી …
દોણું લઇને ગૌ દો’વાને બેઠી,
નેતરાં લીધાં રે હાથ … મોરલી …
વાછરુ વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લઇને હાથ ... મોરલી ...
(Lyrics - Gujarati Natak)
સાંભળ્યો મોરલીનો રાગ … મોરલી …
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલ ગઇ હુંતો ભાન સાન … મોરલી …
પાણીડાંની મસે જીવન જોવાને હાલી,
દીઠાં મેં નંદજીના લાલ … મોરલી …
દોણું લઇને ગૌ દો’વાને બેઠી,
નેતરાં લીધાં રે હાથ … મોરલી …
વાછરુ વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લઇને હાથ ... મોરલી ...
(Lyrics - Gujarati Natak)
0 પ્રત્યાઘાતો:
Post a Comment