નાનું સરખું ગોકુળીયું - નરસિંહ મહેતા
કવિ - નરસિંહ મહેતા
સ્વર - કરસન સાગઠીયા
સંગીત - આસિત દેસાઇ
નાનું સરખું ગોકુળીયું મારે વ્હાલે વૈકુંઠ કીધુ રે,
ભક્તજનોને લાડ લડાવી, ગોપીઓને સુખ દીધું રે.
ખટ દર્શનને ખોળ્યો ના લાધે, મુનિજનોને ધ્યાને ન આવે રે
છાસ વલોવે નંદ ઘેર વ્હાલો, વૃંદાવન ધેનુ ચરાવે રે.
વણ કીધે વ્હાલો વાર્તા કરે, પુરણ બ્રહ્મ અવિનાશી રે,
માખણ ખાય મહીયારી આગળ ઉભો વદન વિકાસી રે.
બ્રહ્માદીક જેનો પાર ન પામે શંકર કરે ખવાસી રે,
નરસૈંયાનો સ્વામિ ભક્તિતણે વશ, મુક્તિ સરીખી દાસી રે.

0 પ્રત્યાઘાતો:
Post a Comment