મને શંકા પડૅ છે - જલન માતરી
આજે કવિ જલન માતરીની એક સુંદર ગઝલ માણીયે.
કવિ - જલન માતરી
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે ?
સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,
તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે ?
ચલો એ રીતે તો ઓછો થશે આ ભાર પૃથ્વીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે !
રહે છે આમ તો શયતાનના ટોળા મહી તો પણ,
‘જલન’ને પૂછશો તો કે’શે એ બંદા ખુદાના છે.
(શબ્દો - ગુજરાત કેન્દ્ર)

0 પ્રત્યાઘાતો:
Post a Comment