ભગવાન - મણિલાલ દેસાઇ
કવિ મણિલાલ દેસાઇને તેમની ૬૨મી જન્મજયંતી નિમિત્તે હ્રદયાંજલી અર્પીયે આ કાવ્ય દ્વારા.
કવિ - મણિલાલ દેસાઇ
જ્યારે તમે
ગંગાના ગંધાતા પાણીમાં આંખ મીંચી ઉભા રહી
તમારા બાપનું શ્રાદ્ધ કરતા હશો,
જ્યારે તમે
હરિદ્વારના પસીને ગંધાતા પંડા પાસે
ગૃહશાંતિ કરાવતા હશો,
જ્યારે તમે
સત્યનારાયણની કથા માટે ઓફીસથી રજા લઇ
ફોરસ રોડની નામચીન રંડી સાથે સૂતા હશો,
જ્યારે તેમે
કૃષ્ણને રાધાના ચીરને નામે
ચાર આંગળનું ચીંથરૂં ચડાવી બનાવતા હશો
ત્યારે
સ્વર્ગમા જેના નામથી બધા દેવો ધ્રુજતા હશે
એ 'બાબર દેવા છાપ' ભગવાન
દાઢી કર્યા પછી ફટકડી લગાવતાં લગાવતાં
એના પાપનું પ્રાયશ્ચિત કરતો હશે.
કવિ - મણિલાલ દેસાઇ
જ્યારે તમે
ગંગાના ગંધાતા પાણીમાં આંખ મીંચી ઉભા રહી
તમારા બાપનું શ્રાદ્ધ કરતા હશો,
જ્યારે તમે
હરિદ્વારના પસીને ગંધાતા પંડા પાસે
ગૃહશાંતિ કરાવતા હશો,
જ્યારે તમે
સત્યનારાયણની કથા માટે ઓફીસથી રજા લઇ
ફોરસ રોડની નામચીન રંડી સાથે સૂતા હશો,
જ્યારે તેમે
કૃષ્ણને રાધાના ચીરને નામે
ચાર આંગળનું ચીંથરૂં ચડાવી બનાવતા હશો
ત્યારે
સ્વર્ગમા જેના નામથી બધા દેવો ધ્રુજતા હશે
એ 'બાબર દેવા છાપ' ભગવાન
દાઢી કર્યા પછી ફટકડી લગાવતાં લગાવતાં
એના પાપનું પ્રાયશ્ચિત કરતો હશે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment