ચલો ઘર ઘર રમીયે - નીલેશ રાણા
કવિ - નીલેશ રાણા
સ્વર - સોલી કાપડીયા, નીશા ઉપાધ્યાય
ચલો ઘર ઘર રમીયે,
એક બીજાથી થઇ અજાણ્યા
એકમેક ને ગમીયે.
હું લાવીશ ચોખાનો દાણો,
તું દાળનો દાણો
સોનલવર્ણી રેતી ઉપર
સરતાં રહેશે વહાણો,
અહીંયા આપણે રહીયે તોયે,
જગ આખામાં ભમીયે.
વયનાં વસ્ત્રો સરી પડશે ને
થઇશું નાના અમથા,
આપણને ના ખબર પડે કે
એક-મેકને ગમતાં
રમતા રમતા એકમેકમાં
એવા તો વીરમીયે.
ખુદના ઘરની આસપાસ
એક સાવ નિરાળો બાગ,
એમાં એક જ મોસમ કેવળ
ફાગ ફાગ ને ફાગ
વારે વારે વર વહુ થઇને
પળ પળ અહો પરણીયે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment