Monday 26 December 2011

રાખનાં રમકડાં - અવિનાશ વ્યાસ

લોકગીતની કક્ષાએ પહોંચી ગયેલ આ અમર ભજન માણીયે.

ફિલ્મ - મંગળફેરાં
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - ગીતા દત્ત, એ. આર. ઓઝા



રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે.

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે.

એઇ કાચી માટીને કાયા માથે માયા કેરા રંગ લગાયા
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે.

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ.



(શબ્દો - વિકિસૌર્સ)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP