લ્હેરાય છે રણમાં હરિયાળી - રજની પાલનપુરી
કવિ - રજની પાલનપુરી
સ્વર, સંગીત - મનહર ઉધાસલ્હેરાય છે રણમાં હરિયાળી, વેરાનો એ સુંદર લાગે છે,
ને હોય રૂપાળો સથવરો, હર દ્રશ્ય મનોહર લાગે છે.
દિનરાત ફરેબો ખાઇને કંઇ એવી બની ગઇ છે દ્રષ્ટિ,
સંસાર બધો એ મૃગજળથી છલકાતો સમંદર લાગે છે.
ચાખ્યું છે લોહી વસંતોનું, પીધું છે ઝેર નવાયુગનું,
કાંટાથી વધારે ઉપવનમાં, ફૂલોનો હવે ડર લાગે છે.
ઇન્સાન થવાને ઓ ઇશ્વર, વસવું જ પડે છે ધરતી પર,
આ સ્થાન ફકત એ પામે છે, અહીં જેને ઠોકર લાગે છે.
રંગીન કફન આ દુનિયામાં ભાગ્યે જ મળે છે કોઇને
એ માત્ર ઉષાના દિવાના રજનીનું મુકદર લાગે છે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment